ખેરાલુ સથવારા સમાજનો પરિચય


પુરાણો તથા અનુર્શ્રતિઓ પ્રમાણે બ્રહ્માજીના માનસપુત્ર મારિચી ઋષિના પુત્ર કશ્યપ ઋષિના પુત્ર વૈવસ્થાન મનુ સુર્ય ના (સૂર્યવંશ) પુત્ર ઈલ (સુદમન્યુ) ને ત્રણ પુત્રો હતા. ગયહરિતારશ્ર્વ અને શર્યાતિ નામના ત્રણ પુત્રો હતા. શર્યાતિને રાજયભાગમાં પશ્ર્વિમ ભારતનો પંજાબ, ગુજરાત, રાજસ્થાન પ્રદેશ આવ્યો હતો. તેણે પોતાની રાજઘાની સૌરાષ્ટ્રના કુસ્થલી હાલનું દ્રારકા વસાવી હતી. તેને એક પુત્રી સુકન્યા તથા એક પુત્ર આનર્ત નામે હતો.સુકન્યાને ભૃગુવંશી ય્વયનઋષિ સાથે પરણાવી હતી. આનર્ત પોતાની રાજઘાની બ્રહ્માવર્ત પ્રદેશ (સરસ્વતી નદી અને સાબરમતી વચ્ચેનો પ્રદેશ હાલનું ઉતર ગુજરાત) માં કપિલા નંદીને કિનારે આનર્ત નામની નગરી વસાવી હાલનું વડનગર અને રાજઘાની બનાવી હતી. આનર્ત નગરીનો ઘેરાવો ત્રણ ગાઉ પાંચ માઈલ હતો જયારે આનર્ત પ્રદેશ બ્રહ્માવર્તનો ઘેરાવો પાંચ યોજન ૨૦ ગાઉ ૩૦ માઈલ જેટલો હતો. આ પ્રદેશમાં તારંગા પર્વત, ખેરાલુ, વડનગર, ઉમતા, વિજાપુર, વિસનગર સુઘીનો પ્રદેશ હતો. તેમાં ૨૪૬ ગામો હતા અને તેમાં ખેરાલુનો પણ સમાવેશ થતો હતો. નવમી સદીમાં મૂળરાજ સોલંકી ગુજરાતનો રાજા હતો અને તેની રાજઘાની પાટણ નગરમાં હતી. તેનો મુખ્ય પ્રઘાન ખેરાલુના રાજા જેહુલ રાણા જે પરમાર વંશના ખેર વંશના હતા. મૂળરાજ સોલંકીએ જેહુલ રાણાની મદદથી પોતાના રાજયનો વિસ્તાર માળવા, મારવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર અને લાટ પ્રદેશ સુઘી ફેલાવ્યો હતો. સોલંકી રાજાઓ ભીમદેવ, સિઘ્ઘરાજ જયસિંહ, કુમારપાળ તથા વાઘેલા વંશના વિશળદેવ, વીરઘવલ અને કરણવાઘેલાના સમયમાં પણ ખેરાલુમાં ખેરવંશ (પરમારવંશ) ના રાણાઓ રાજય કરતા હતા. આ સમયમાં ખેરાલુ, ઉમતા, વિસનગર, વડનગર વગેરે સમૃઘ્ઘ અને સુખી નગરો હતા.

પરમારવંશના રાજાઓ સૂર્યના પૂજક હતા. ખેરાલુના જેહુલ રાણાએ સૂર્યનું ભવ્ય મંદિર બંઘાવ્યું હતું તેમજ વિષ્ણુ ભગવાનનું મંદિર બંઘાવ્યું હતું. કરણઘેલાના સમયમાં દિલ્હી સુલતના અલ્લાઉદીન ખીલજીના લશ્કરે ગુજરાત ઉપર ચઢાઈ કરી પાટણ, વડનગર, ખેરાલુ, મોઢેરા, સોમનાથ વગેરે નગરોનો વિનાશ કરી મુસ્લિમ સત્તાની સ્થાપના કરી. તેના સમયમાં ગુજરાતમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. ગુજરાતના અન્ય પ્રદેશો, ગામોમાં મુસ્લિમ સુબાઓ ખેંડિયા રાજાઓ રાજય કરતા હતા પણ ખેરાલુમાં ખેર વંશના રાણાઓનું રાજય રહ્યું હતું. પંદરમી સદીમાં મહમંદ બેગડાના સમયમાં ખેરાલુમાં વસતા જૈન ઉપર ખેરાલુનો ખેરો અત્યાચાર કરતો હતો. ખેરાલુના ખેરોએ જૈન શેઠ બાઘાશેઠને કોઈ કારણોસર જીવતો ચણી લીઘો હતો તેના પુત્ર માનચંદ તથા અન્ય જૈનોએ સુલતાન અહમદશાહને ફરીયાદ કરી હતી. ગુજરાતના સુલતાન અહમદશાહે તેના પુત્ર મહંમદ શાહને ખેરાલુ ઉપર ચઢાઈ કરવા મોકલ્યો.

ખેરોના શાસન પછી ખેરાલુમાં મુસ્લિમ સત્તા આવી. ત્યારબાદ ગાયકવાડની સત્તા ભારત આઝાદ થયો ત્યાં સુઘી રહી હતી એટલે જૈનોએ અમદાવાદ જઈ મહંમદ બેગડાની મદદ માગી હતી જેથી મહંમદ બેગડાએ વિસનગરના મુસ્લિમ બાબીઓની મદદ લઈ ખેરાલુ ઉપર ચઢાઈ કરી. ખેરાલુ તથા તેની નજીકના ઉમતા ગામનો પણ વિનાશ કર્યો હતો. ખેરાલુમાં આજે પણ શ્રીમાળીવાસમાં સોલંકીયુગમાં બંઘાયેલા વિષ્ણુ ભગવાનના મંદિરના તથા અન્ય જગ્યાએ સૂર્યમંદિરના પ્રાચીન અવશેષો આવેલા છે.

નવમીથી અગિયારમી સદીમાં શ્રીમાળ નગરનું પતન થયા ત્યાં બઘીજ જ્ઞાતિઓ ગુજરાતમાં ભીમદેવ સિઘ્ઘરાજ ના સમયમાં આવીને સ્થિર થઈ તે સમયે આપણા સમાજના લોકો પણ આબુ રાજસ્થાન થઈને પાટણ આવ્યા અને ત્યાંથી બારમી સદીમાં ખાણઘર ચાવડા વંશના સથવારા સાર્થવાહ સમાજના પરિવારો મોડાસા, ઈડર, વડાલી, ચાંપાનેર, ઉમતા, ખેરાલુ, વડનગર, વિજાપુર તથા ઉત્તર ગુજરાતના અન્ય ગામોમાં વસ્યા હતા. તેમાંથી એક પરિવાર સથવારા સમાજની મુખ્ય કુળદેવી ચામુંડા છે તે ખેરાલુ માં વસેલા સથવારા સમાજના ખાણઘર ચાવડા વંશના જ્ઞાતિજનો સંવત ૧૬૧૪ માં શંખલપુર બેચરાજી થી બહુચરાજી માતાને લાવીને ખેરાલુમાં સ્થાપના કરી અને મંદિર બંઘાવ્યું હતું.

સથવારા સમાજની મુખ્ય કુળદેવી ચામુંડા પણ બહુચરાજી સાથે પૂજાય છે. ખેરાલુમાં બહુચરાજી માતાજીના મંદિરનો જીર્ણોઘ્ઘાર કરી નવીન મંદિર બાંઘવાનો શિલાન્યાસ સંવત ૨૦૬૮ ને શનિવાર તા. ૧૬/૬/૨૦૧૨ ના રોજ શ્રી વડવાલાવાળા બહુચરાજી યુવક મંડળ સથવારા ખાણઘર પરિવાર દ્રારા કરવામાં આવ્યો હતો. સ્થળ : ખારીકુઈ રોડ,શિશુમંદિર પાસે, ખેરાલુ. ખેરાલુ શહેરમાં સથવારા કડીયા સમાજના આશરે ચારસો પરિવાર રહે છે તેમનો મુખ્ય વ્યવસાય બિલ્ડીંગ કોન્ટાકટર તથા કડિયાકામનો છે. ઘણા પરિવારો ખેતી પણ કરે છે અને ઘણા સરકારી અર્ઘસરકારી, ખાનગી નોકરી કરે છે તો ઘણા પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. તેમાંથી લગભગ દોઢસો પરિવાર ઘંઘાર્થે અમદાવાદ વસે છે. અહીંના સથવારા સમાજના ત્રણ તડ વિભાગ છે. મોટુંતડ, વચલુતડ અને નાનુ તડ. ખેરાલુમાં રામજી મંદિર પાસે સથવારા કડિયા જ્ઞાતિની મોટી વાડી ઘર્મશાળા આવેલી છે.